પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવા માટે ₹46,000 કરોડના વિઝન અને મુખ્ય પ્રોજેક્ટ્સની રૂપરેખા આપી

0
 જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ પીએમની મુલાકાત પહેલા ચેનાબ બ્રિજ પર વ્યવસ્થાઓની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવા માટે 46,000 કરોડના વિઝન અને મુખ્ય પ્રોજેક્ટ્સની રૂપરેખા આપી છે, જે આ ક્ષેત્રની કનેક્ટિવિટીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, પ્રતિષ્ઠિત ચેનાબ બ્રિજ પર વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે ચેનાબ રેલ બ્રિજ જમ્મુ અને શ્રીનગર વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું છે કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ ઓલ વેધર કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોની શરૂઆત આધ્યાત્મિક પ્રવાસનને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીની X થ્રેડ પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
"કાલે, 6 જૂન, જમ્મુ અને કાશ્મીરના મારા બહેનો અને ભાઈઓ માટે ખરેખર એક ખાસ દિવસ છે. 46,000 કરોડ રૂપિયાના મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જેનો લોકોના જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડશે.
સ્થાપત્યનું એક અસાધારણ પરાક્રમ હોવા ઉપરાંત, ચેનાબ રેલ બ્રિજ જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણમાં સુધારો કરશે. અંજી બ્રિજ પડકારજનક ભૂપ્રદેશમાં ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલ બ્રિજ તરીકે ઊંચો છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ તમામ હવામાન દરમિયાન જોડાણ સુનિશ્ચિત કરે છે અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર સુધીની વંદે ભારત ટ્રેનો આધ્યાત્મિક પ્રવાસનને વેગ આપશે અને આજીવિકાની તકો ઊભી કરશે."( by PIB Ahmedabad)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top