સુરેન્દ્રનગર: આવતીકાલે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ, સાંસદ અને ધારાસભ્યો રહેશે ઉપસ્થિત

0
સુરેન્દ્રનગર, સમગ્ર વિશ્વમાં 21મી જૂન "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે. માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે કે, આ વર્ષે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા “Yoga for One Earth One Health” અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.
આ અંતર્ગત આવતીકાલે, 21મી જૂન, શનિવારના રોજ સવારે 06:00 કલાકે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી ચંદુભાઈ શિહોરા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, અને દસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર પણ ઉપસ્થિત રહેશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે યોગના મહત્વને સમજીને પોતાના નજીકના સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
યોગ શિબિરાર્થીઓ માટે સામાન્ય સૂચનાઓ....
  •   નાગરિકોએ સવારે ખાલી પેટે આવવું.
  •   દરેક નાગરિકોએ ખુલ્લો અને સારો પોશાક પહેરવો આવશ્યક છે. બરમુડા કે ટૂંકી ચડ્ડી જેવા વસ્ત્રો પસંદ    ન કરવા જોઈએ. શક્ય હોય તો દરેક લોકોએ સફેદ કપડાં પહેરવા.
  •  નાગરિકોએ સવારમાં સમયથી 30 મિનિટ વહેલા આવીને સ્થાન મેળવી લેવું. સભાસ્થળે પહોંચવાનો     સમય સવારે 05:30 કલાક રહેશે.
  •  દરેક નાગરિકોએ પોતાના શરીરની મર્યાદા મુજબ જ યોગ અભ્યાસ કરવો અને જરૂર જણાય તો નિર્દેશક અથવા સ્વયંસેવકોનો સંપર્ક કરવો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top