સંરક્ષણ મંત્રીએ કિંગદાઓમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન તેમના ચીની સમકક્ષ સાથે મુલાકાત કરી

0
શ્રી રાજનાથ સિંહે ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા અને સ્થાયી સંપર્ક અને તણાવ ઓછો કરવા માટે માળખાગત રોડમેપ દ્વારા સમસ્યાોઓનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો
ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણ પ્રધાનોની 26 જૂન, 2025ના રોજ  બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જુન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને પ્રધાનોએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવાની જરૂરિયાત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
સંરક્ષણ પ્રધાને દ્વિપક્ષીય સંબંધોમાં સામાન્યતા પાછી લાવવા માટે બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે સ્થાયી સંપર્ક અને તણાવ ઓછો કરવા માટે એક માળખાગત રોડમેપ દ્વારા જટિલ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રી રાજનાથ સિંહે સરહદ વ્યવસ્થાપન અને આ મુદ્દા પર સ્થાપિત પદ્ધતિઓને પુનર્જીવિત કરીને સરહદ સીમાંકનના કાયમી ઉકેલ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે એશિયા અને વિશ્વમાં શ્રેષ્ઠ પરસ્પર લાભ તેમજ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સહયોગ કરવા માટે સારા પડોશી બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જમીન સ્તરે કાર્યવાહી કરીને 2020ના સરહદી ગતિરોધ પછી ઊભી થયેલી વિશ્વાસની ઉણપને દૂર કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
બંને મંત્રીઓ સંરક્ષણ, તણાવ ઓછો કરવા, સરહદ વ્યવસ્થાપન અને હાલના મિકેનિઝમ દ્વારા સીમાંકન સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ હાંસલ કરવા માટે વિવિધ સ્તરે પરામર્શ ચાલુ રાખવા સંમત થયા હતા.
સંરક્ષણ મંત્રીએ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના 75 વર્ષ પૂર્ણ થવાના મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પાંચ વર્ષના અંતરાલ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થવાની પણ પ્રશંસા કરી હતી.
શ્રી રાજનાથ સિંહે તેમના સમકક્ષને 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર કરવામાં આવેલા જઘન્ય આતંકવાદી હુમલા અને પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કને ખતમ કરવાના હેતુથી ભારતના ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી આપી હતી.(by PIB Ahmedabad)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top