મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં 'ફાર્મા એન્ડ લેબટેક એક્સ્પો-2025'નો પ્રારંભ કરાવ્યો

0
ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે 'ફાર્મા એન્ડ લેબટેક એક્સ્પો-2025'નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ફાર્મા ક્ષેત્રના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ 25,000 ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત અને 400થી વધુ પ્રદર્શકો ધરાવતા આ ત્રણ-દિવસીય એક્સ્પોમાં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
તેમણે ફાર્મા મશીનરી, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને લેબટેક ઇક્વિપમેન્ટ્સ સહિતના પ્રદર્શનોનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રદર્શકો સાથે વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ એક્સ્પો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top