નાયબ કલેકટરની મેગા સ્ટ્રાઈક: વાવડી અને જામવાળીમાં સરકારી જમીન પર ગેરકાયદે ખનન, ૮ કલાક ચાલેલી તપાસમાં મોટી કાર્યવાહી:રૂ. ૬.૮૭ કરોડનો મુદ્દામાલ સીઝ

0
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. તા. ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા, મામલતદાર ચોટીલા અને ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મોજે વાવડી ગામે સર્વે નંબર ૮૩ માં આવેલી લીઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બપોરના ૩ વાગ્યાથી શરૂ થયેલી તપાસ રાત્રિના ૧૧ વાગ્યા સુધી ચાલી હતી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
લીઝ હોલ્ડર જયવંતભાઇ હકુભાઇ વાળા દ્વારા ચલાવવામાં આવતી આ લીઝમાં તપાસ દરમિયાન મોટાપાયે ગેરરીતિઓ જણાતા તંત્રએ સ્થળ પરથી રૂ. ૬,૮૭,૫૨,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જેમાં ૨ ક્રશર પ્લાન્ટ, ૨ હિટાચી મશીન, ૩ ડમ્પર, ૨ લોડર, ૮ મોટા ટ્રેલર ટ્રક, ટ્રેક્ટર, જનરેટર, કોમ્પ્રેસર અને ૧૫૦ મેટ્રિક ટન સીલીકાનો સમાવેશ થાય છે.
સરકારી જમીન પર અનઅધિકૃત કબજો અને ખોદકામ તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે લીઝ ધારકે માત્ર પોતાની મંજૂર થયેલી જમીન જ નહીં પરંતુ વાવડી ગામના સર્વે નંબર ૯૬ પૈકીની જમીન અને જામવાળી ગામની સરકારી જમીન પર પણ ગેરકાયદે કબજો કરી મોટા પાયે ખોદકામ કર્યું હતું. સરકારી જમીનમાં વેસ્ટ પાણીનો નિકાલ કરીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
વધુમાં આ તપાસમાં મળેલી ગંભીર ક્ષતિઓમા લીઝની જગ્યાએ કોઈ હદ નિશાન કે બાઉન્ડ્રી નિભાવવામાં આવી નહોતી, ખનિજ સ્ટોક, હિસાબો કે વિસ્ફોટક પદાર્થો અંગેનું કોઈ જ રેકર્ડ સ્થળ પર મળી આવ્યું નહોતું, મજૂરોની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની સેફ્ટી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી, ખનન કાર્યમાં વપરાતા વાહનોમાં સરકારના નિયમ મુજબ VTMS (Vehicle Tracking System) લગાડવામાં આવ્યું નહોતું, પર્યાવરણના નિયમો મુજબ લીઝ વિસ્તારમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું નહોતું.
સરકારી જમીન પર દબાણ અને ગેરકાયદે ખનન મામલે નાયબ કલેકટર દ્વારા 'ધ ગુજરાત મિનરલ રૂલ્સ-૨૦૧૭' મુજબ કડક વસૂલાત અને 'લેન્ડ ગ્રેબિંગ' (જમીન પચાવી પાડવા વિરોધી કાયદો) હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ખાણ ખનિજ વિભાગ દ્વારા હાલ ખનીજ ચોરીના ચોક્કસ આંકડા મેળવવા માટે ઓપન કાસ્ટ માઈનિંગ વિસ્તારની માપણી કરવામાં આવી રહી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top