સુરેન્દ્રનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે ભરતી મેળાનું આયોજન કરાયું

0
ભરતી મેળામાં ૪૫૦ જેટલાં ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
સુરેન્દ્રનગરમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે, જિલ્લા રોજગાર કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૦૪ ઓગસ્ટના રોજ શ્રીમતી સદગુણા સી.યુ. શાહ હોમ સાયન્સ એન્ડ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ ભરતી મેળામાં કુલ ૪૫૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં ઉમેદવારોની પ્રાથમિક પંસદગી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલાઓને સાચા અર્થમાં સ્વાવલંબી બનવા માટે પ્રેરણા આપી હતી. તદુપરાંત આત્મનિર્ભર બની શકે તે માટે રોજગાર વિષયક માહિતી પણ પૂરી પાડી હતી. મહિલાઓના આર્થિક ઉપાર્જનમાં વધુ સહભાગી થવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ ભરતી મેળામાં ૧૧ જેટલી જાણીતી કંપનીઓ જેવી કે. ટી.એસ.એસ. સિક્યોરિટી સર્વિસીઝ- સુરેન્દ્રનગર, વિન્ડસ્ટન સ્પ્રિંગ્સ પ્રા. લી વઢવાણ, ગોકુલ સ્નેક્સ પ્રા.લી- વાંકાનેર , દિવ્ય ભાસ્કર- સુરેન્દ્રનગર, નીલ એન્જીનીયરીંગ –સુરેન્દ્રનગર, ડ્રીમ વ્હીક્લસ પ્રા.લી.-વઢવાણ, એઇમ લીમીટેડ –ભાવનગર, એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ –સુરેન્દ્રનગર, પાશ્વ પ્રિન્ટ પેક પ્રા. લી.- વઢવાણ અને ટ્રાઇલો ઇન્ટીમેટ્સ – શેખપર (તા.મુળી)  સહિતનાં નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 
દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ, મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા મિશન કોર્ડીનેટર શ્રી જલ્પાબેન ચાંદશેરણા દ્વારા કાર્યક્રમની રૂપરેખા વિસ્તૃત રજુ કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી બી.બી. ડાભી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. જિલ્લા રોજગાર કચેરી અને મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો. 
આ કાર્યક્રમમાં રોજગાર વિભાગના પ્રાદેશિક નાયબ નિયામક શ્રીમતી ચેતનાબેન મારડીયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી વી.એસ. શાહ, કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી દક્ષાબેન અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી ચેતનાબેન ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top