સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર તાલુકાના મુળી ખંપાળીયા ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હેલ્થ વર્કર (FHW) હેતલબેન ડી. પરમારનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. હેતલબેનની જામનગર જિલ્લા ગ્રામમા બદલી થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હેતલબેન પરમારને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગામના લોકોની આરોગ્ય સેવાઓમાં યોગદાન આપ્યું હતું. જેના કારણે તેઓ લોકપ્રિય બન્યા હતા. આ વિદાય સમારંભમાં આરોગ્ય સુપરવાઇઝર પારૂલબેન માધવાચાર્ય, FHW યોગીતાબેન ગોસાઈ, MPHW ચંદ્રેશભાઈ કડીયા, આશાવર્કર લક્ષ્મીબેન વાઘેલા, ભાવુબેન ડાભી અને મનસુખભાઈ બેચરભાઈ વાઘેલા સહિતના હાજર રહ્યા હતા. સૌએ હેતલબેનના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપસ્થિત સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.



