રાજ્યમાં પાત્રતા ધરાવતાકોઈ પણ લાભાર્થીનું NFSA રેશનકાર્ડ રદ કરાશે નહીં : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

0

યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તંત્ર સામેથી જાણ કરેતો મામલતદાર કચેરીએ જરૂરી પૂરાવા રજૂ કરવાથી NFSA કાર્ડ ચાલુ રહેશે : 
જરાતમાંકુલ૩.૬૦ કરોડથી વધુ NFSA કાર્ડ ધારક :હાલમાં ચાલી રહેલી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં ૧૫.૬૬ લાખથી વધુ રેશનકાર્ડ પ્રમાણિત કરાયા : NFSA કાર્ડ પાત્રતા માટે કેન્દ્રસરકારની ૨.૪૭ એકર સામે ગુજરાતમાં ડબલ એટલે કે પાંચ એકર જમીનની મર્યાદા
AUG 12 2025 6:15 PM BY ખોરાક, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ ગાંધીનગર એચ.ઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSA રેશનકાર્ડ રદ કરવામાં આવશે નહીં. રાજયમાં હાલ ૩,૬૦,૧૯,૩૭૬ જેટલા NFSA રેશનકાર્ડ લાભાર્થીઓ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા ઓનલાઈન પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટાના આધારે પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકો પૈકી ગુજરાતમાં શંકાસ્પદ વ્યકિતઓના ડેટા ચકાસણી માટે કુલ ૫૬,૫૭,૫૧૯ કાર્ડ ધારકોની યાદી આપવામાં આવી છે. અત્યારસુધીમાં આ યાદીમાંથી ૧૫,૬૬,૪૯૨ કાર્ડ ધારકોની ચકાસણી કરી લેવાઈ છે જ્યારે બાકીની ચકાસણી ઝડપી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે તેમ, અન્ન-નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈએ વધુમાં કહ્યું હતું કે, NFSAની કાર્ડ ધારકોની પાત્રતા રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં જમીન ધારણ કરવાની બાબતમાં કેન્દ્ર સરકારે ૧ હેકટર એટલે કે ૨.૪૭ એકરથી વધુ જમીન ધરાવતા લાભાર્થીઓને આ યાદીમાં સામેલ કર્યા છે. જે પૈકી ૩,૧૭,૬૬૦ લાભાર્થીઓ આ યાદીમાં સામેલ છે. જ્યારે ગુજરાતમાં પીયત જમીન હોય અને બે પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીઓના હિતમાં પાંચ એકર એટલે કે ડબલ જમીન તથા પીયતના સાધનો હોય છતાં વર્ષમાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં જમીનની મર્યાદા ૭.૫ એકર નકકી કરવામાં આવી છે. જેથી આ પાત્રતા મુજબ ગુજરાતનો આકડો ઘણો ઓછો રહે છે.
મંત્રીશ્રીએ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોનું વેરીફીકેશન કરાયા બાદ જે તે લાભાર્થીને મામલતદાર કક્ષાએથી જાણ કરવામાં આવે છે કે આપનું નામ ચકાસણી મુજબ નોન-NFSA કરવા પાત્ર જણાય છે. ખરેખર તમે NFSAની પાત્રતા ધરાવતા હોય તો પાત્રતા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે. આમ હાલમાં જે લાભાર્થીઓની પાત્રતા શંકાસ્પદ છે તેઓને જ પોતાની પાત્રતા સ્પષ્ટ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, આ પ્રક્રિયા બાદ તાલુકાકક્ષાએ મામલતદારના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ NFSA કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામા આવશે. યોગ્ય પુરાવા રજૂ ન કરનારનું નામ NFSAમાંથી નોન-NFSAમાં લઇ જવામાં આવશે એટલે કે કોઈપણ રેશનકાર્ડ રદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top