ચૂડા ગામે પોષણ માસની ઉજવણી: ટી.એચ.આર. અને મિલેટ્સમાંથી સ્વાદિષ્ટ વાનગીઓનું પ્રદર્શન

0
સુરેન્દ્રનગર જીલ્લાના ચૂડા ખાતે આવેલ સીડીપીઓ શ્રી જાગૃતીબા ગોહિલના નેતૃત્વ હેઠળ પોષણ માસની ઉજવણીના ભાગરૂપે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે, સ્થાનિક મહિલાઓએ ટી.એચ.આર. (ટેક-હોમ રેશન) પેકેટ અને મિલેટ્સનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી. આ વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ વાનગીઓ તૈયાર કરીને શ્રીમતી રસીદાબેન ભદ્રેસીયા, શ્રીમતી મંજુબેન સોલંકી અને શ્રીમતી દક્ષાબેન સહિતની બહેનો વિજેતા બન્યા હતા. તેમને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની સફળતા પાછળ ટી.ડી.ઓ. શૈલેષભાઈ ઝીંઝુવાડીયા, બી.આર.સી., પ્રાથમિક આરોગ્ય વિભાગના ડૉ. સ્મિતાબેન, શ્રીમતી શિલાબા ઝાલા અને શ્રી મિહિરસિંહનો સહયોગ અને માર્ગદર્શન રહ્યું હતું. આ પહેલથી સમુદાયમાં તંદુરસ્ત અને પૌષ્ટિક આહારના મહત્વનો સંદેશો ફેલાવવામાં આવ્યો.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top