સુરેન્દ્રનગર: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી સંઘ લિ. માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડશાળા સાથે થયેલી ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ પ્રક્રિયામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ સામેલ હતા.
આ મહત્વપૂર્ણ ચર્ચાના અંતે ધનશ્યામભાઈ જેઠાભાઈ માતરીયા ને સુરેન્દ્રનગર જિલ્લા સહકારી સંઘના નવા ચેરમેન તરીકે અને સુરાભાઈ પચાણભાઈ રબારીને વાઈસ ચેરમેન તરીકે નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ નેતાઓ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને અન્ય સહકારી સભ્યોના હિત માટે કામ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


