ચોટીલા: ભીમોરા-પિયાવા રોડ બે માર્ગોનું નવીનીકરણ, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત

0
ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં માળખાકીય સુવિધાઓને વેગ આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના વરદહસ્તે બે મહત્વના માર્ગોના રિસરફેસિંગ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ ખાતમુહૂર્ત અંતર્ગત ભીમોરા–પિયાવા રોડનું રૂ.૫૮.૪૫ લાખના ખર્ચે અને સ્ટેટ હાઈવેથી હીરાસર રોડનું રૂ.૧૧૭.૩૩ લાખના ખર્ચે આધુનિકીકરણ અને રિસરફેસિંગ કરવામાં આવશે. આ બંને માર્ગોના સંયુક્ત પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.૧૭૫.૭૮ લાખ જેટલો છે.
સરકારના વિકાસ સંકલ્પ હેઠળ આ માર્ગોનું નવીનીકરણ થવાથી ગ્રામજનોને અત્યાધુનિક પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે જે માત્ર કનેક્ટિવિટી જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસને પણ વેગ આપશે. સરળ અને સુવિધાજનક માર્ગોને કારણે આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક ગતિવિધિઓમાં વધારો થશે જેના પરિણામે સમગ્ર પંથકનો વિકાસ થશે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકારના આ વિકાસલક્ષી પગલાંને આવકારીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ નવા માર્ગોનો લાભ ભીમોરા, પિયાવા અને હીરાસર સહિત આસપાસના અનેક ગામોના લોકોને મળશે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top