સુરેન્દ્રનગર: લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબડી ટાઉનમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ આરોપીઓને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂ.૧૫,૦૮૦ સહિત રૂ.૫૫,૦૮૦ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાંના નેતૃત્વ હેઠળ એલ.સી.બી.ની ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
આથી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભલગામડા ગેટ પાસેના ભીલપરામાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ૧. પ્રહલાદભાઇ રૂપાભાઇ બુટીયા (રહે. લીંબડી) ૨. ગૌરવભાઇ વસંતભાઇ લકુમ (રહે. લીંબડી) ૩. જાવેદભાઇ મેહમુદભાઇ બેલીમ (રહે. લીંબડી)
૪. શંકરભાઇ નવીનભાઈ બુટીયા (રહે. લીંબડી) ૫. મહિપતભાઇ તેજાભાઇ મંદુરીયા (રહે. બોરણા) ૬. ગભાભાઈ ભીખાભાઈ મંદુરીયા (રહે. બોરણા) મળી છ ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે રોકડા રૂ.૧૫,૦૮૦, મોબાઇલ ફોન નંગ-૦૪: રૂ.૨૦,૦૦૦, એક મોટર સાયકલ: રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિંમત: ૫૫,૦૮૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
આ કામગીરીમાં એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ I/C પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.રાયમા તથા સ્ટફના એ. એસ. આઇ. અસલમખાન મલેક તથા પો.કોન્સ. કૂણાલસિંહ ઝાલા તથા પો.કોન્સ ભરતભાઈ સભાડ સહિતના પોલીસ અધિકારી/કર્મચારી જોડાયા હતા.


