સુરેન્દ્રનગર: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રથમવાર સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. આજે ૪ નવેમ્બર, ૨૦૨૫ ને મંગળવારના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જેમાં એક વિશાળ બાઇક રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતો આપતા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહજી ચૌહાણ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, બપોરે ૩:૦૦ કલાકે ગેબનશા સર્કલથી બાઇક રેલીની શરૂઆત થશે. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પ્રદેશ પ્રમુખનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. બાઇક રેલી બાદ બપોરે ૩:૩૦ કલાકે એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે આ યોજાનાર જાહેરસભાને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંબોધશે અને કાર્યકરોમાં ઉત્સાહ વધારશે. આતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના ભાજપના કાર્યકરો તેમજ કે આગેવાનો, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે ઉપસ્થિત રહે છે


