સુરેન્દ્રનગર: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS), રાજકોટ વિભાગની સૂચના અનુસાર, રાજકોટ રેન્જમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ના માર્ગદર્શન હેઠળ, પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના PSI એન.એ. રાયમા દ્વારા ખાસ મુહિમ હાથ ધરવામાં આવી હતી.
આ મુહિમ હેઠળ, તા. ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરી પાણશીણા પો.સ્ટે. ગુ.ર.નં-૦૦૪૧/૨૦૨૫, BNS કલમ-૩૦૩(૨) મુજબના ચોરીના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીની સચોટ બાતમી મેળવી હતી.
ટીમની સઘન કામગીરીના અંતે, આરોપી બાબુભાઇ કાનાભાઇ સાપરા (હાલ રહે. સનાથળ ચોકડી પાસે, ઠાકોર વાસ, અમદાવાદ, મૂળ રહે. પરનાળા, તા-લીંબડી, જી-સુરેન્દ્રનગર) ને પરનાળા ગામ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબ્જો પાણશીણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં PSI એન.એ. રાયમા, HC દશરથભાઇ ધનશ્યામભાઇ અને PC ભરતભાઇ અરજણભાઇ સહિતના રોકાયેલ હતી.


