પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું પ્રદર્શન, પાકની સ્થિતિ, ખાતર, દવાઓનું સ્વદેશી ઉત્પાદન
અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક ફાયદાઓ અંગે જીણવટભરી ચર્ચા અને વિમર્શ કર્યો
હળવદ તાલુકાના ૩૫ થી વધુ પ્રગતિશીલ ખેડૂત મિત્રો આત્મા કચેરી, મોરબીના માર્ગદર્શન હેઠળ તથા માથકના પ્રગતિશીલ ખેડૂત શ્રી દાજીભાઈના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિ અભ્યાસ પ્રવાસે નીકળ્યા હતા. અમદાવાદમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમ દરમિયાન ખેડૂતમિત્રોએ નરેન્દ્ર મંડિરના પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ, મુ. શિહોલી મોટી, તા. જી. ગાંધીનગર ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિ, દેશી બીજના મહત્વ, ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા, તથા પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજનાઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
ખેડૂતમિત્રોએ સ્થળ પર પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું પ્રદર્શન, પાકની સ્થિતિ, ખાતર, દવાઓનું સ્વદેશી ઉત્પાદન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક ફાયદાઓ અંગે જીણવટભરી ચર્ચા અને વિમર્શ કર્યો. પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતોએ પોતાના અનુભવો જણાવતાં હળવદ તાલુકાના ખેડૂતો વિશેષ પ્રભાવિત થયા હતા.


