ગુજરાત સરકારના નિર્દેશ મુજબ, જિલ્લા કક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દર મહિને નિયમિતપણે યોજવામાં આવે છે. વહીવટી કારણોસર, સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની ચાલુ માસની બેઠક આવતીકાલે એટલે કે તા. ૧૨ ડિસેમ્બર, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, સુરેન્દ્રનગરના સભાખંડ ખાતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લાના નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા તેમજ જુદા-જુદા સરકારી વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવાના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.


