દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાત અને પંજાબમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાતથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને પંજાબથી ચૂંટાયેલા ધારાસભ્ય સંજીવ અરોડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, તેમજ મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિષી સિંહ સહિતના પક્ષના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પંજાબના પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી અમન અરોડા, પંજાબના નાણામંત્રી શ્રી હરપાલસિંઘ ચીમા પણ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી અને મુખ્ય પ્રવક્તા રાકેશ હીરાપરા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયા, કિસાન મોરચા અધ્યક્ષ રાજુભાઈ કરપડા, જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા અધ્યક્ષ કિશોરભાઈ સાવલિયા, જયસુખભાઈ પાઘડાળ સહિતના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી નવનિર્વાચિત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારોહ આમ આદમી પાર્ટી માટે એક મહત્વપૂર્ણ ઘટના હતી, જેણે ગુજરાત અને પંજાબમાં પક્ષના વિસ્તરણ અને મજબૂતીકરણને ઉજાગર કર્યું હતું તેમ ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટ કરી હતી.




