ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જેગડવા ગામની સીમમાં રેડ કરી હતી. આ રેડમાં પોલીસે 25,100 ના મુદ્દામાલ સાથે સુરેશભાઈ રેવાભાઇ વિરાણી, રાજુભાઈ રણછોડભાઈ પાટડીયા અને રમેશભાઈ નરસિંહભાઈ પાટડીયાને ઝડપી પાડ્યા હતા.
જોકે, અન્ય બે આરોપીઓ, અજયભાઈ ઘનશ્યામભાઈ કામલપરા અને દીપકભાઈ લાલજીભાઈ સુરેલા, નાસી છૂટ્યા હતા. પોલીસે રોકડ 15,100 અને બે મોબાઈલ સહિત કુલ 25,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાલુકા પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સહિત ફરાર થયેલા બે આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક કાર્યોને બદલે જુગાર રમવાનું પસંદ કરતા આવા શખ્સોને પોલીસે સબક શીખવાડવા કાર્યવાહી વધુ તેજ કરી છે.

.jpeg)
