તહેવાર નિમિત્તે રેગ્યુલર કરતાં ઓછા ભાવે ફરસાણ મીઠાઈનું વેચાણ કરવા વેપારીઓને સંમત કરતાં વઢવાણ મામલતદાર: તા. ૧૭ ઓગસ્ટ સુધી થશે "નહિ નફો, નહિ નુકસાન"ના ધોરણે ફરસાણ મીઠાઈનું વેચાણ
સુરેન્દ્રનગરનાં વઢવાણમાં મધ્યમ ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, વઢવાણના અધ્યક્ષસ્થાને મીઠાઈ, ફરસાણના ભાવ નક્કી કરવા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આગામી જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન સામાન્ય પ્રજાને ફરસાણ તથા મીઠાઈ વ્યાજબી ભાવે મળી રહે તે માટે "નહી નફા નુકસાન" ના ધોરણે દરેક મીઠાઈ, ફરસાણનું વેચાણ કરવા દરેક વેપારીશ્રીઓને અનુરોધ કરાયો હતો.
જેમાં વેપારીશ્રીઓએ પ્રવર્તમાન બજારભાવ કરતા પડતર ભાવે તહેવારો દરમ્યાન તા.૧૭-૦૮-૨૦૨૫ સુધી વેચાણ કરવા માટે સર્વસમંતિ આપી હતી. જેમાં વણેલા/ફાફડા ગાંઠીયા રૂ.૩૮૦, ઝીણી સેવ રૂ.૨૬૦, મેસુબ (વેજીટેબલ ઘી) રૂ.૨૬૦, બરફી ચુરમુ (શુધ્ધ ધી) રૂ. ૪૫૦, બરફી ચુરમુ (વેજીટેબલ ઘી) રૂ.૨૪૦, ફરસાણ રૂ.૨૫૦, ગળ્યા સાટા રૂ.૨૩૦, મોહનથાળ (શુધ્ધ ઘી) રૂ.૪૮૦, મોહનથાળ (વેજીટેબલ ધી) રૂ.૨૦૦, બુંદીના લાડવા રૂ.૨૧૦, ખાંડના લાડવા રૂ.૨૦૦, ઝીણા ગાંઠીયા રૂ.૨૪૦ લેખે વેચાણ કરવા કી.ગ્રા. દીઠ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જાહેર જનતાના હિતાર્થે મધ્યમવર્ગને પોસાય તેમજ હર્ષ-ઉલ્લાસથી તહેવાર માણી શકે તે હેતુથી ફરસાણ અને મીઠાઈમાં ભાવ-બાંધણું કરવામાં આવ્યું છે.


