સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા સમાહર્તાશ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શંકર સ્ટેડીયમ, ચુડા ખાતે સવારે ૦૯:૦૦ કલાકે યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝાની ઉપસ્થિતિમાં શંકર સ્ટેડીયમ, ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ રિહર્સલમાં સ્ટેજ બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, સાઉન્ડ, ટેબ્લોનું નિર્દેશન સહિતની વ્યવસ્થાઓનું નિવાસી અધિક કલેકટરશ્રીએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્થળ પર જ સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા.
આ રિહર્સલમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ.જી.ગજ્જર સહિત સંબધિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




