પોલીસ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર શહેર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લોકમેળા અન્વયે ટ્રાફિકની સમસ્યા હલ કરવા/ નિવારવા માટે નાના અને મોટા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
મોટા વાહનો માટે...
વઢવાણ થી સુરેન્દ્રનગર શહેરમાં પ્રવેશતા મોટા વાહનો (એસ.ટી.બસ તથા ઇમરજન્સી વાહન સીવાય) ઉપાસના સર્કલ ખાતે થી ગણપતિ ફાટસર બાજુ તથા ભક્તિનંદન સર્કલ ૮૦ ફુટ રોડ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. જોરાવરનગર તથા રાજકોટ બાયપાસ તરફ થી સુરેન્દ્રનગર શહેરમાં પ્રવેશતા મોટા વાહનો (એસ.ટી.બસ તથા ઇમરજન્સી વાહન સીવાય) વાળીનાથ સર્કલ ખાતે થી આંબેડકર સર્કલ તરફ, ગોકુળ હોટલ ઓવરબ્રીજ તરફથી સુરેન્દ્રનગર શહેરમા પ્રવેશતા મોટા વાહનો (એસ.ટી.બસ તથા ઇમરજન્સી વાહન સીવાય) આંબેડકર સર્કલ ખાતેથી વાળીનાથ સર્કલ તરફ અને ધ્રાંગધ્રાં તરફ થી સુરેન્દ્રનગર શહેરમાં પ્રવેશતા મોટા વાહનો (એસ.ટી બસ તથા ઇમરજન્સી વાહન સીવાય) ૮૦ ફુટ રોડ થી ભક્તિનદન સર્કલ થી જી.આઇ.ડી.સી. તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.
નાના વાહનો માટે...
સ્વસ્તીક ચોક ખાતે થી એમ.પી.શાહ આર્ટ્સ કોલેજ પાછળ અલ્કાપુરી ચોક પાસે ગુરુકુળ ત્રણ રસ્તા સુધીના રોડ પર નાના-મોટા તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફીક પોલીસ ચોકી થી એક્સીસ બેંક ત્રણ રસ્તા સુધીના રોડ પર તમામ નાના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ, ગુરુકુળ ત્રણ રસ્તાથી ટ્રાફીક ચોકી સુધીના રોડ ઉપર તમામ નાના વાહનો પાર્ક કરવા પર અને ઍક્સિસ બેંક ત્રણ રસ્તાથી સ્વસ્તિક ચોક સુધીના રોડ ઉપર તમામ નાના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
આ વ્યવસ્થા લોકમેળા દરમિયાન ટ્રાફિકની અવરજવરને સરળ અને વ્યવસ્થિત રાખવા માટે અમલમાં મૂકવામાં આવી છે. નાગરિકોને આ નિયમોનું પાલન કરવા નમ્ર વિનંતી છે.


