સુરેન્દ્રનગરના દસાડા-પાટડીના આદરિયાણા ગામને અમદાવાદની સીધી બસ સેવા મળી

0
દસાડા વિધાનસભાના પાટડી તાલુકાના આદરિયાણા ગામના નાગરિકો માટે અમદાવાદ સુધીની મુસાફરી વધુ સરળ બની છે. રાજ્ય સરકાર દ્વારા આદરિયાણા ગામથી અમદાવાદ-ઝીંઝુવાડા માર્ગ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ વિરમગામ ડેપોને ફાળવવામાં આવેલી પાંચ નવી બસોમાંથી એક છે જે આ રૂટ પર દોડશે. આદરીયાણા ગામે આ નવી બસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ ચાવડા, અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સેવા શરૂ થવાથી નાગરિકોને અમદાવાદ પહોંચવા માટે વધુ આરામદાયક અને ઝડપી પરિવહન સુવિધા મળશે.
આ બસ સેવા શરૂ કરાવવામાં આદરીયાણા ગામના રાજુભાઈ પંડ્યા, રામભાઈ રથવી, અને નિવૃત્ત ગ્રામસેવક ભવાનભાઈ રથવીનો મહત્વનો ફાળો રહ્યો છે, જેમણે આ માટે વારંવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્ય પી.કે. પરમારે પણ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને આ માગણી રજૂ કરી હતી.

આ શુભ પ્રસંગે, બસના ડ્રાઇવર અને કંડક્ટરનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપ સંગઠન ઉપાધ્યક્ષ નરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ નવી બસનું સ્વાગત કરવા માટે આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમણે ધારાસભ્ય, વિરમગામ ડેપો મેનેજર, અને તંત્રનો આ લોકાભિમુખ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રામભાઈ રથવી, રામભાઈ ચાવડા, ખેંગારભાઈ ડોડીયા, જેસંગભાઈ ચાવડા, નરેશભાઈ રબારી, હાર્દિકભાઈ સિંધવ, ભાવેશભાઈ રાઠોડ જેવા અનેક આગેવાનો અને ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top