મહિલાઓમાં ખુશીનો માહોલ : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવારે મહિલાઓ માટે એક દિવસ મફત સિટી બસ સેવા

0

કર્મરાજ ટ્રાવેલ્સનું આ પગલું મહિલા સશક્તિકરણ અને તહેવારની ઉજવણીને વધુ આનંદમય બનાવવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ
સુરેન્દ્રનગર: રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને કર્મરાજ ટ્રાવેલ્સ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે, તા. 9 ઓગસ્ટ, 2025ના રોજ, રક્ષાબંધનના દિવસે શહેરની તમામ સિટી બસ સેવાઓમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધનના તહેવાર દરમિયાન બહેનોને તેમના ભાઈ-બહેનો અને પરિવારજનોને મળવા જવામાં સરળતા રહે તે માટેનો છે. આ મફત બસ સેવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ રૂટ પર ઉપલબ્ધ થશે, જેથી મહિલાઓ શહેરના કોઈપણ ભાગમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. મહાનગરપાલિકા અને કર્મરાજ ટ્રાવેલ્સનું આ પગલું મહિલા સશક્તિકરણ અને તહેવારની ઉજવણીને વધુ આનંદમય બનાવવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ છે. આ જાહેરાતથી મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સુવિધાનો લાભ લેવા અને તહેવારને ઉલ્લાસપૂર્વક ઉજવવા માટે તમામ બહેનોને અપીલ કરવામાં આવી છે.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top