ખાદ્યચીજ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ -૨૦૦૬ ની કલમ-૩(૧)(zx) મુજબ “Sub standard” જાહેર કરી વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યચીજની બાબતોમાં યોગ્ય સ્ટાન્ડર્ડ ન જળવતા પેઢીનાં માલિક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ક્રેઝી ચાઇનીઝ કોર્નર, પોલીસ સ્ટેશનની બાજુમાં, પાટડી, સુરેન્દ્રનગર ખાતેથી મન્ચુરીયન (તૈયાર ખોરાક)નો નમુનો વેચાણ તરીકે લઈ પૃથ્થકરણ અર્થે ફૂડ એનાલીસ્ટ, રીજનલ ફૂડ લેબોરેટરી, ભુજ -કચ્છને મોકલી આપવામાં આવ્યો હતો.જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ (ફૂડ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડસ એન્ડ ફૂડ એડીટીવ્સ) રેગ્યુલેશન – ૨૦૧૧નાં રેગ્યુલેશન નંબર: ૨.૧૨.૧. મુજબ “MANCHURIAN (PREPARED FOOD)(LOOSE)” માં Added Colouring matter ના પરીક્ષણમાં Absent હોવું જોઈએ છે. જે સદર ખાદ્યચીજમાં સિન્થેટીક ફૂડ કલર મળી આવ્યો હતો. આથી ઉત્પાદક પેઢી સામેના કેસ બદલ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે.ઓઝા દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ખાદ્યચીજ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ -૨૦૦૬ ની કલમ-૩(૧)(zx) મુજબ “Sub standard” જાહેર કરી વિક્રેતા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-૨૦૦૬ ની કલમ-૫૧ મુજબ “સબ સ્ટાન્ડર્ડ” ફૂડનાં વેચાણ માટે ઉત્પાદક પેઢીને રૂ.૨,૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો.


