પાટડી: ધામા, ફતેપુર અને ભલગામ ગામના નાગરિકોએ પાટડી સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી વિસ્તારના જનપ્રતિનિધિ ઘારાસભ્ય ૫ી.કેેેેેેે.પરમારનો સન્માન કરી હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સન્માન સમારોહનું કારણ ધામા ખાતે નવી સરકારી માધ્યમિક શાળાની મંજૂરી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ નાના રણના છેવાડાના વિસ્તારમાં માધ્યમિક શાળાની સુવિધા ઉપલબ્ધ થતાં હવે ધામા સહિત આસપાસના ગામોના બાળકોને પોતાના જ ગામમાં ગુણવત્તાસભર શિક્ષણ મળશે.
આ નિર્ણયને કારણે શિક્ષણ માટે દૂરના સ્થળોએ જવું પડતું હોવાથી જે બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હતા, તેમને હવે ઘરઆંગણે જ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે. આ પગલું સરકારના સર્વ શિક્ષા અભિયાનને વેગ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે. ગ્રામજનોએ આ ઉપલબ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી અને જનપ્રતિનિધિનો આભાર માન્યો હતો.

.jpeg)

