બામણવા: વતનના ગૌરવ સમા મહેન્દ્રભાઈ મહાદેવભાઈ કોલાદરાએ BSF (સીમા સુરક્ષા દળ)ની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન બામણવા પરત ફરતા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેમના આગમન નિમિત્તે ગામજનોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું અને સન્માનિત કર્યા. દેશની સેવા કરવાના તેમના સંકલ્પ અને BSF માં જોડાવાની તેમની સફળતાને બિરદાવવા માટે ગામના આગેવાનો અને યુવાનોએ ભેગા મળીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઢોલ-નગારાના તાલે અને પુષ્પવર્ષા સાથે મહેન્દ્રભાઈનું ગામમાં આગમન થયું હતું.
આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં દસાડા ૫ાટડી મતવિસ્તારના ઘારાસભ્ય ૫ી.કે.૫રમાર તેમજ ગામના વડીલોએ મહેન્દ્રભાઈને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. ગામના લોકોએ મહેન્દ્રભાઈને તેમની ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી અને દેશની સેવા માટે તેમની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. મહેન્દ્રભાઈએ પણ ગામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર છે. તેમના આ સન્માનથી ગામના યુવાનોને પણ દેશસેવા માટે પ્રેરણા મળ

.jpeg)
.jpeg)
