મુળી, મુળી તાલુકાના ખાખરાળા ગામમાં ગઈકાલે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગામના સરકારી સર્વે નંબર ૩૦૯ની જમીનમાં સેન્ડસ્ટોન/ફાયર ક્લે ખનિજ ભરતા સમયે ૨૦ વર્ષીય યુવાન અજયભાઈ કાનાભાઈ બાહકિયા લોડર સહિત કૂવામાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્યારે ગઇકાલ રાત્રે ૧૨:૩૦ કલાકે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની હાજરીમાં અજયભાઈના કાકા પ્રવીણભાઈ રામુભાઈ બાહકિયાએ રૂબરૂ નિવેદન નોંધાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના ભત્રીજા અજયભાઈ છેલ્લા ચાર મહિનાથી જામવાળીના વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવાથી ખાખરાળા ગામે કામ કરતા હતા. તા.૦૬/૦૮/૨૦૨૫ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાની આસપાસ સેન્ડસ્ટોન/ફાયર ક્લે ભરતા સમયે અચાનક લોડર કૂવામાં ખાબક્યું હતું અને અજયભાઈ પણ તેની સાથે કૂવામાં પડી ગયા હતા.
આથી પ્રવીણભાઈના નિવેદન મુજબ આ ખનિજ ભરીને જામવાળી ખાતેના વોશ પ્લાન્ટમાં દળવા લઈ જવાનું હતું. ત્યારે તંંત્રએ ઘટનાસ્થળે ક્રેન દ્વારા લોડર અને યુવાનને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહ છે. જયારે આ ઘટના અંગે ચોટીલાના નાયબ કલેક્ટરે સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


.jpeg)
