'ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત' પહેલને આગળ ધપાવતા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગનાં ઉપક્રમે મહાનગરપાલિકા કક્ષાનાં વન મહોત્સવનું આયોજન સંસદસભ્યશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને કરાયું છે. આગામી તા. ૦૩ સપ્ટેમ્બર, બુધવારના રોજ, સવારે ૧૦:૦૦ કલાકે, શ્રી વડવાળા દેવ, સરસ્વતી વિદ્યાલય, દૂધરેજ, સુરેન્દ્રનગર ખાતે મહાનગરપાલિકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં ગ્રીન કવર અને વૃક્ષારોપણને વેગ આપવા માટે ૭૬માં વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલને આગળ ધપાવતા, લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો અને સુરેન્દ્રનગર જિલ્લાને વધુ હરિયાળો ઉદેશ્ય સાથે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સર્વે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરષોતમભાઈ પરમાર, વરિષ્ઠ વન અધિકારી તરીકે નળ સરોવર પક્ષી અભયારણ્ય નાયબ વન સંરક્ષક શ્રી સક્કિરા બેગમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.



