સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ સુધારણા માટે 'આપણું વિદ્યાલય, આપણું સ્વાભિમાન' કાર્યક્રમ યોજાયો

0
સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શૈક્ષણિક વાતાવરણને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'આપણું વિદ્યાલય, આપણું સ્વાભિમાન' શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની અંદાજે 700 થી વધુ શાળાઓના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 5000 થી વધુ શિક્ષકોએ શૈક્ષણિક પ્રગતિ માટે સંકલ્પ લીધો હતા. 
જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પે સેન્ટર શાળા નંબર-7માં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડાયટના પ્રાચાર્ય સી.ટી. ટુડીયા, જિલ્લા પ્રભારી અસવાર દશરથ સિંહ, અધ્યક્ષ રણછોડભાઈ કટારીયા, વિમલભાઈ દંગી, સાહિત્યકાર મનોજભાઈ પંડ્યા, રીટાભા ઝાલા અને મનીષભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, એસ.એમ.સી. અધ્યક્ષ, સભ્યો, વાલી મંડળના સભ્યો અને દાતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં રણછોડભાઈ કટારીયાએ સંગઠનનો પરિચય અને આ કાર્યક્રમની પૃષ્ઠભૂમિ રજૂ કરી હતી. સી.ટી. ટુડિયાએ પોતાના પ્રવચનમાં શાળાઓને રાષ્ટ્રનિર્માણનું કેન્દ્ર ગણાવીને તેના પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરસ્વતી માતાની આરતી, દાતાઓનું સન્માન અને શપથવિધિ જેવા કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોરાવરનગર પે સેન્ટર શાળા નંબર-7ના આચાર્ય નારણભાઈ અને તેમના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પઢારિયાએ ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top