ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેેેમજ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા રાજ્યમાં કોઈ ક્રાઈમનો બનાવ બને, કે અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ કરીને પુરાવા એકત્ર કરવામાં આવતા હોય છે. આ માટે સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાન ઘણી મહત્ત્વની સાબિત થાય છે. જયારે આ વાન સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ, DNA ટેસ્ટની વ્યવસ્થા, આગ કે અન્ય આકસ્મિક ઘટનાઓની તપાસ માટેના જરૂરી ઈક્વિપમેન્ટ્સથી સજ્જ છે. જિલ્લાઓમાં ફોરેન્સિક તપાસ વધુ ઝડપી અને અસરકારક રીતે કરવામાં આ વાન ઉપયોગી બનશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવ્યા છે. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુનાની તપાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે. ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધવાની સાથે રાજ્ય સરકાર પણ આ માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓનો વ્યાપ વધારી રહી છે.


.jpeg)
