વઢવાણમાં અમન પાર્કમાં રહેણાંક મકાનમાં દિવસે તાળા તોડી 3.64 લાખના દાગીના અને રોકડની ચોરી, પોલીસમાં ફરિયાદ

0
વઢવાણ, તા. 07-09-2025 - વઢવાણના સુડવેલ સોસાયટી, હુન્ડાઈ શોરૂમ અને ખાદી ભંડારની બાજુમાં આવેલા અમન પાર્કમાં રહેતા ઇમ્તિયાઝભાઈ હકીમભાઈ મોહાતના ઘરે તા. 5-9-2025ના રોજ દિવસના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે ઇમ્તિયાઝભાઈએ વઢવાણ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઇમ્તિયાઝભાઈ મોહાત તા. 5-9-2025ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખસ તેમના ઘરમાં પ્રવેશ્યો હતો. ચોર દ્વારા ઘરના એલ્યુમિનિયમના મુખ્ય દરવાજાના તાળાનો નકુચો તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, રૂમમાં રહેલી તિજોરીના અંદરના નાના ખાનામાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરવામાં આવી હતી. ચોરી થયેલ સામાનમાં સોનાની 8 બંગડીઓ (આશરે 2 તોલા, કિંમત 16,000), 2 સોનાના ચેઈન (એક 2.5 તોલાનો, કિંમત 12,000 અને બીજો 1 તોલાનો, કિંમત 8,000), 4 સોનાની વીંટીઓ (આશરે 0.75 તોલા, કિંમત 6,000), સોનાની કડીઓ અને દાણા (આશરે 0.5 તોલા, કિંમત 4,000), 2 સોનાની બુટ્ટીઓ (આશરે 0.5 તોલા, કિંમત 4,000) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચાંદીના દાગીનામાં 2 ચાંદીની લક્કીઓ (કિંમત 1,000), 2 ચાંદીના છઠ્ઠા (કિંમત 2,000), 100 ગ્રામની ચાંદીની લગડી (કિંમત 1,000) અને 10 ચાંદીની વીંટીઓ (કિંમત 5,000) પણ ચોરાઈ ગઈ હતી. દાગીના ઉપરાંત, તિજોરીમાંથી ₹3,00,000 રોકડા અને અન્ય છૂટક 5,000 પણ ચોરી થઈ હતી.
કુલ મળીને 3,64,000ની મતાની ચોરીનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ, ઇમ્તિયાઝભાઈ મોહાતે વઢવાણ પોલીસ મથકમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top