વઢવાણ APMC ખાતે વડાપ્રધાનશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન

0
APMCમાં શાક માર્કેટના વેપારીઓ અને એજન્ટોએ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે શાકભાજીના વેપારીઓ અને એજન્ટો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત, વેપારીઓએ વડાપ્રધાનશ્રીને સંબોધતા પોસ્ટકાર્ડ લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વેપારી શ્રી આશિષભાઈ પુજારાએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નવું સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી દ્વારા તાજેતરમાં જીએસટીના દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, તેનાથી વેપાર-ધંધામાં રાહત મળી છે. આ ઉપરાંત વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરી તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો અને નીતિઓની પ્રશંસા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ વઢવાણ APMCના શાક માર્કેટના વેપારી એસોસિયેશન અને કમિશન એજન્ટોના સહયોગથી સફળ થયો હતો. આ સંગઠનોના હોદ્દેદારો અને સભ્યોએ સ્વયંભૂ રીતે આ પોસ્ટકાર્ડ અભિયાનમાં સહભાગી બનીને વડાપ્રધાનશ્રીની જનહિતલક્ષી નીતિઓને આવકારી હતી. આ રીતે, સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓએ સરકાર પ્રત્યે પોતાનો સકારાત્મક સન્માન અને સમર્થન વ્યક્ત કર્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top