જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ (વીર નારીઓ) માટે તા: ૦૫/૧૦/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ, હળવદ રોડ, ધ્રાંગધ્રા ખાતે સંમેલન યોજાશે.
આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ તરફથી આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી એમ ત્રણેય તાલુકાઓના રજિસ્ટર થયેલા દરેક પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં અચૂક હાજરી આપવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી (નિવૃત્ત) કર્નલ વિશાલ શર્મા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

