સરકાર દ્વારા દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ‘પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME)’ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ખાનગી ઉદ્યોગો, એફ.પી.ઓ, સહકારી મંડળીઓ અને સ્વ સહાય જૂથોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા ખાનગી ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી, વધુમાં વધુ રૂ.૧૦ લાખ સુધીની સહાય મળે છે. તેમજ એફ.પી.ઓ, સહકારી મંડળીઓ અને સ્વ સહાય જૂથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સુધી, વધુમાં વધુ રૂ.૦૩ કરોડ સુધીની સહાય મળે છે.
આ યોજના હેઠળ અનેક પ્રકારના ખાદ્ય ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો સહાય મેળવી શકે છે, જેમાં ધાન્ય પાકો દાળ મિલ, ચોખા મિલ, પાપડ, ખાખરા, બેકરી ઉત્પાદનો, નમકીન, રેડી-ટુ-કુક (તૈયાર-રસોઈ), રેડી-ટુ-ઈટ (તૈયાર-ભોજન) વગેરે. ફળ પાકો જેમાં જામ, જેલી, જ્યુસ, અથાણાં, કેનિંગ, પલ્પિંગ, પ્યુરી, પેસ્ટ, પાવડર, રેડી-ટુ-સર્વ, રેડી-ટુ-ડ્રિંક વગેરે. શાકભાજી પાકો જેમાં પાવડર, રેડી-ટુ-કુક, ફ્રોઝન શાકભાજી વગેરે. તેલીબિયા પાકો જેમાં તલની ચીકી, સિંગની ચીકી વગેરે. મરીન ઉત્પાદનો: માછલીના અથાણાં, ઝીંગાના અથાણાં, પાવડર, ફ્રોઝન ઉત્પાદનો વગેરે. અન્ય જેમાં પશુનો ચારો અને મરઘા દાણ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
આ યોજના વિશે વધુ વિગતવાર માહિતી માટે https://pmfme.mofpi.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે. આ ઉપરાંત, રસ ધરાવતા લોકો નાયબ બાગાયત નિયામકશ્રી, બહુમાળી ભવન, રૂમ નંબર-૨૦૮, બીજો માળ, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે તેમ નાયબ બાગાયત નિયામક, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.