સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન' અંતર્ગત ટાગોરબાગ ખાતે એક મહિનાની વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને નિયમિત યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ તકે જિલ્લા યોગ કો – ઓર્ડીનેટર શ્રી મોનિકા ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે, આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના ભાગરૂપે સહભાગીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દરેક સહભાગીના સ્વાસ્થ્યનું સંપૂર્ણ નિદાન કરવામાં આવ્યું હતું.

જેમાં શરીરનું વજન અને ઊંચાઈના આધારે વ્યક્તિ મેદસ્વી છે કે નહીં તે માપવા માટે BMI (બોડી માસ ઇન્ડેક્સ), હૃદય અને રક્તવાહિનીઓના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે બ્લડ પ્રેશર (BP), ઉંચાઈ અને વજન, કોલેસ્ટ્રોલ, સુગર લેવલ અને અન્ય આવશ્યક પરિમાણોની તપાસ કરવા માટે લોહીના રિપોર્ટ્સની તપાસ કરવામાં આવી હતી.
દરરોજ શિબિરના અંતે, શિબિરાર્થીઓના ઉત્સાહને બિરદાવવા સ્વાસ્થ્યવર્ધક એનર્જી જ્યુસનું પણ વિતરણ કરવામાં આવે છે. આમ, આ અભિયાનનો હેતુ ફક્ત યોગ શીખવવાનો નથી, પરંતુ નાગરિકોને સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે.

.jpeg)