સુરેન્દ્રનગર પોલીસનું "તેરા તુજકો અર્પણ" અભિયાન સાર્થક: ખોવાયેલો કીમતી સામાન મૂળ માલિકને પરત કર્યો

0
પોલીસની પ્રશંસનીય કામગીરી:CCTVની મદદથી ખોવાયેલો કીમતી સામાન પરત અપાવ્યો
સુરેન્દ્રનગર: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં ખોવાઈ ગયેલી કીમતી ચીજવસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના, રોકડ, અને પર્સ જેવી ચીજવસ્તુઓને CCTV કેમેરાની મદદથી શોધીને તેના મૂળ માલિકને પરત કરવાનો છે.
આ અભિયાન અંતર્ગત તા. ૨૮/૦૯/૨૦૨૫ના રોજ અમદાવાદના મુકેશભાઈ કરસનભાઈ સોલંકી સુરેન્દ્રનગર શહેરમાં આવ્યા હતા. તેઓ ન્યુ જંકશન રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસીને પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનો કીમતી સામાન રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ ઘટનાની જાણ "નેત્રમ" પોલીસ શાખાને થતાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે શહેરના નેત્રમ CCTV કેમેરાની મદદથી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર (GJ-13-AV-8256) શોધી કાઢ્યો હતો અને રિક્ષા માલિકનો સંપર્ક કર્યો હતો. પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે મુકેશભાઈ સોલંકીનો ખોવાયેલો કીમતી સામાન શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સિટી-એ ડિવિઝન પોલીસની મદદથી આ સામાન મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. આથી પોલીસે કરેલી આ પ્રશંસનીય કામગીરીને કારણે મુકેશભાઈ સોલંકીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top