ખેડૂતોની સમૃદ્ધિ, સહકાર ક્ષેત્રનું સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વેગ:સહકાર મંત્રાલયની સ્થાપના, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળથી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા મળી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની શ્રી વડગામ જૂથ સેવા સહકારી મંડળી દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વિશેષ પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રી દ્વારા સહકાર ક્ષેત્રે કરવામાં આવેલી પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે આભાર વ્યક્ત કરવા માટે યોજવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદન સંઘ દ્વારા કુલ 1 લાખ પોસ્ટકાર્ડ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત અન્ય સેવા મંડળીઓ દ્વારા 1.5 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. આ સામૂહિક પ્રયાસ દ્વારા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ, સહકાર ક્ષેત્રના સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વેગ આપતી યોજનાઓ માટે પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં આવી છે.
સભાસદો દ્વારા સહકાર મંત્રાલયની સ્થાપના, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવાથી ગ્રામીણ અર્થતંત્રને એક નવી દિશા મળી છે. આ ઝુંબેશ દ્વારા વડગામ અને સુરેન્દ્રનગર જિલ્લાના સભાસદો પ્રધાનમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વની પ્રશંસા કરે છે અને ગ્રામીણ ભારતના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.




