સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) ની સૂચના અને માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા-ફરતા આરોપી આબીદભાઈ હબીબભાઈ ખલીફાને ઝડપી પાડ્યો છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ પ્રોહીબીશનના ગુના (ગુ.૨.નં. ૬૨૭/૨૦૨૫ અને ગુ.ર.નં ૬૫૭/૨૦૨૫) નો વોન્ટેડ આરોપી રાજપર કેનાલ પાસેથી પસાર થવાનો છે.
બાતમીના આધારે, એસ.ઓ.જી. ટીમે રાજપર કેનાલ પાસે છટકું ગોઠવી આરોપી આબીદભાઈને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ છેલ્લા બે માસથી ગુના કર્યા બાદ નાસતો-ફરતો હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ માટે આરોપીને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શિંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. શ્રી આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, એચ.સી. અરવિંદસિંહ દિલુભા ઝાલા, અને પી.સી. સાહિલભાઈ મહમદભાઈ સેલત સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.


