ચોટીલા બાદઃથાનગઢની શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ, નિયમોના ઉલ્લંઘન બદલ નાયબ કલેક્ટરનો દરોડો

0
સુરેન્દ્રનગર, નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાએ થાનગઢમાં આવેલી શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં ગંભીર ક્ષતિઓ જણાતા પોર્ટેબલ સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું છે અને વધુ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આ હોસ્પિટલમા ફોમ બીમાં અમાન્યતા: ફોર્મ બીમાં માન્યતા (વેલિડિટી) અંગેનું કોલમ ખાલી હતું, સીસીટીવીનો અભાવ: હોસ્પિટલમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા, હોસ્પિટલના સંચાલકે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ન થયો હોવાનું જણાવ્યું હતું પરંતુ તપાસ કરતાં પાંચ દર્દીઓની સોનોગ્રાફી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

તેમાંથી માત્ર બે દર્દીના ફોર્મ-એફ મળી આવ્યા હતા જેમાં પણ છેકછાક કરેલી હોવાની સામે આવ્યુ હતુ, અધૂરા ફોર્મ-એફ: ફોર્મ-એફ, જે જાળવવું ફરજિયાત છે, તેમાં પણ છેકછાક અને અસંગતતા જોવા મળી હતી, જાતિ પરીક્ષણ બોર્ડનો અભાવ: હોસ્પિટલમાં શિશુના જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા, ડોક્ટરની હાજરી અંગે શંકા: ફોર્મ-એફ પર ડો. ગૌતમ ગવાણીયા, ગાયનેકોલોજિસ્ટની સહી હતી, પરંતુ તેઓએ ખરેખર હોસ્પિટલમાં હાજર રહી સોનોગ્રાફી કરી હતી કે કેમ, તે અંગે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા, સ્ટાફની યોગ્યતાનો અભાવ: હોસ્પિટલમાં લાયકાત ધરાવતા સ્ટાફને રાખવામાં આવ્યો છે કે કેમ, તે અંગે પણ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાની ગંભીર ક્ષતિઓ સામે સામે અાાા હતી. 
આથી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૦૨/૦૯/૨૦૧૧ના નોટિફિકેશન અનુસાર, પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ (PCPNDT) એક્ટ, ૧૯૯૪ હેઠળ, ગર્ભ પરીક્ષણ અટકાવવા અને નિયમન જાળવવા માટે ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાની હોસ્પિટલો માટે ચોટીલાના નાયબ કલેક્ટરને યોગ્ય સત્તાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સત્તાનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાની નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયુ હતું. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top