સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનના ગુના નંબર ૨૧૭/૨૦૨૫, બીએન.એસ કલમ ૩૦૫(ડી) અને ૩૩૧(૩) હેઠળ ચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી જયેશભાઈ કાંતિભાઈ પંચાલની અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર જે.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમે આ કામગીરી કરી હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ધીરૂભા સોલંકીએ ટેકનિકલ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરીને ચોક્કસ બાતમી મેળવી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં કામગીરીમાં PI જે.જે.જાડેજા, PSI આર.એચ.ઝાલા, HC-દશરથભાઇ ધનશ્યામભાઇ, PC-યુવરાજસિંહ સોલંકી, PC-શક્તિસિંહ જોરૂભા સહિતના પોલીસ અધિકારી/કર્મચારી રોકાયા હતા.


