સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાગડકા ગામે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાના હસ્તે સુદામડા-નાગડકા રોડ ઉપર માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું હતું.
આ બ્રિજના નિર્માણથી સ્થાનિક લોકો અને વાહનવ્યવહારને મોટી રાહત મળશે, તેમજ વિકાસની ગતિને વેગ મળશે. આ વિકાસકાર્યથી વિસ્તારના માર્ગો વધુ સુરક્ષિત અને સુગમ બનશે. તેવો ભાવ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા અંદાજીત ૨.૯૬ કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ સી.ડી. વર્ક, માઇનોર બ્રિજ ઓન સુદામડા-નાગડકા રોડ કિ.મી. ૦/૦ થી ૧૩/૦ની કામગીરી કરવામાં આવશે.



