સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે પાટડી અને દસાડા તાલુકાના અનેક ગામોમાં ભારે હાનિ પહોંચી છે. સતત વરસાદ ભાગરૂપે ખેતરોમાં પાણી ભરાઈ જતાં બજાણા, નાના ગૌરેયા, સડલા સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલું છે. આજ સુધી પણ ખેતરોમાં પાણી ભરાયેલી સ્થિતિ યથાવત્ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમી પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશ મંત્રી પરેશભાઈ મકવાણા અને દસાડા વિધાનસભા નં. ૬૦ના સહ-પ્રભારી દિનેશભાઇ પરમાર દ્વારા નુકસાનગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં હાજર રહીને તેમણે ખેડૂતોના પરિસ્થિતિ ધ્યાને આવતા સરકાર સુધી તેમની સમસ્યાઓ પહોંચાડવાની ખાતરી આપી હતી. ત્યારે વિડિયો દ્વારા તેઓએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે "રાજ્યમાં પડેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તેથી સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવામાં આવે પરેશભાઈ મકવાણાએ માંગ કરી છે.




