ચોટીલા તાલુકાના સુરેઇ ગામમાં આવેલી વર્ની ઇન્વીરો કેર પ્રા.લી કંપનીને સીલ કરવામાં આવી

0
ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરેઇ ગામમાં આવેલી વર્ની ઇન્વીરો કેર પ્રા.લી કંપનીને સીલ કરવામાં આવી છે. ત્યારે આ કંપની હાનિકારક કેમિકલ ડમ્પિંગ કરીને પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી હોવાનું ધ્યાનમાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કંપની સર્વે નંબર ૨૮૩ પર એક મોટો શેડ બનાવીને વડોદરા, કચ્છ, અને અમદાવાદ જેવા શહેરોમાંથી અત્યંત દુર્ગંધયુક્ત અને હાનિકારક રસાયણિક કચરો ડમ્પરો દ્વારા લાવીને ડમ્પ કરી રહી હતી. વધુમાં આ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભજળમાં નાખવામાં આવી રહ્યું હતું, જેના કારણે આજુબાજુના ગામોનું ભૂગર્ભજળ દૂષિત થઈ રહ્યું હતું.
આ પ્રદૂષણના કારણે સુરેઇ, મોટા-હરણીયા, નાનીયાણી, અને ઝુંપડા જેવા ગામોના લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતા. દૂષિત પાણીને લીધે ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ જેવી કે હૃદય, યકૃત, અને કિડનીના રોગો, ત્વચાના રોગો, ઉલટી, અને પેટના દુખાવાની સંભાવના પણ વધી ગઈ છે. જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં પણ BOD/COD પેરામીટર્સનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું હતું. જે ભૂગર્ભજળના પ્રદૂષણની પુષ્ટિ કરે છે.
આથી કાયદેસરની કાર્યવાહી અર્થે તમામ હકીકતો અને જીપીસીબીના રિપોર્ટને ધ્યાનમાં લઈને ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ લોકોના સુખાકારી અને આરોગ્યપ્રદ જીવનના અધિકારનું રક્ષણ કરવા માટે કંપનીને સીલ મારવામાં આવ્યું છે.



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top