ચોમાસું:૨૦૨૫:રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ:સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ : ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર

0
માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા આઈ.એમ.ડી દ્વારા સૂચના
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા સૂચના આપી છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે.
રાજ્યમાં તા.૧-૬-૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૫,૫૯૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન.ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top