સુરેન્દ્રનગરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નાયકા ડેમ 90% ભરાઈ ગયો છે, જેના પગલે તંત્ર દ્વારા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની સંભાવના છે.! આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.જ્યારે સુરક્ષાના ભાગરૂપે, ડેમના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


