પ્રધાનમંત્રીએ લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલની પ્રગતિની સમીક્ષા કરી

0

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલની પ્રગતિની સમીક્ષા કરી. "એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વનું સૌથી મોટું દરિયાઈ સંગ્રહાલય બનશે. તે પ્રવાસન, સંશોધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કેન્દ્ર તરીકે સેવા આપતી વખતે ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓનું પ્રદર્શન કરશે", 
શ્રી મોદીએ કહ્યું. X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:"લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલની પ્રગતિની સમીક્ષા કરી. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વનું સૌથી મોટું દરિયાઈ સંગ્રહાલય બનશે. તે પ્રવાસન, સંશોધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કેન્દ્ર તરીકે સેવા આપતી વખતે ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓનું પ્રદર્શન કરશે."
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશના મેરિટાઈમ સેક્ટરને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ-લેડ ડેવલપમેન્ટને લગતા વિવિધ પ્રકલ્પોની સાથે જ નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 33,000 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત આયોજિત પ્રદર્શનમાં નવા જહાજો, જહાજ નિર્માણ, નવા પોર્ટ ટર્મિનલ્સ, પોર્ટ્સ ડેવલપમેંન્ટની યોજનાઓ સહિત મેરિટાઈમ ક્ષેત્રના વિકાસને દર્શાવતા વિવિધ મોડેલ્સનું નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top