સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરતાં

0

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે જિલ્લાના પ્રભારી એવમ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ૫૦૦૦ ચો. મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ.૩૪ કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ.૦૫ કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ તકે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મંત્રીશ્રીનું બુક અને પ્રાકૃતિક છોડ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ પુસ્તકાલયને ખુલ્લું મૂક્યું હતું. રાજ્ય સરકારશ્રી દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયને મંત્રીશ્રીએ મહાનુભાવો સાથે રસપૂર્વક નિહાળ્યું હતું.
આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેનો સંશોધકો સંશોધનના હેતુસર પણ ઉપયોગ કરી શકશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી સાહિત્ય, પુસ્તકો મળી રહેશે. તદુપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન કવનને આલેખતું માહિતીસભર સચિત્ર પ્રદર્શન સાથે જુદી જુદી ૦૭ ગેલેરીઓ ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી.
આ તકે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮ તેમજ શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસનો પણ સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ જુદાજુદા મ્યુઝિયમોમાં રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ જુદાજુદા રજવાડાઓનું સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. દ્વારકા ખાતે પણ અધ્યતન મ્યુઝિયમ બની રહ્યું છે.
વધુમાં, ચોટીલા સ્થિત સંગ્રહાલયનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવનાર હતું પરંતુ મુખ્યમંત્રીશ્રી અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે આવી શક્યા ન હોવાથી શુભેચ્છાઓ પાઠવી છે. તેમ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ચામુંડા માતાજીનાં તીર્થધામ તરીકે ચોટીલા જગવિખ્યાત છે. સમગ્ર વિશ્વમાંથી અહીં ભાવિ ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે ત્યારે ભાવિકો અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત-પ્રેરિત થાય તે માટે આ સંગ્રહાલયની મુલાકાત લે તે ઈચ્છનીય છે. સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લાના બાળકોને અહીં મુલાકાત કરાવી વિરાસતથી વાકેફ કરાવવા જોઈએ. પુસ્તકાલયના લોકાર્પણથી સિનિયર સિટીઝન સાથે યુવા દિકરા દીકરીઓ, સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાઓ માટે ઉપયોગી બની રહેશે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવ, પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજભાઈ શર્માએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી.
આ તકે ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, લીંબડી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, અગ્રણીશ્રી વર્ષાબેન દોશી, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિશાલ રબારી, ચોટીલા પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા, ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી સહિતનાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top