સુદામડા - નાગડકા રોડ તેમજ પાટડી - દસાડા રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ

0
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, વનસ્પતિ, ઝાડી - ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગોની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળો, વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાંને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નડતરરૂપ વનસ્પતિને કારણે વાહનચાલકોને માર્ગ પર અવરજવર કરવામાં પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી જેસીબીની મદદથી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સુદામડા-નાગડકા રોડ અને પાટડી-દસાડા રોડની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળોને દૂર કરીને માર્ગોને વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત અને સુગમ બનાવવામાં આવ્યા છે. આ કામગીરીથી વાહનચાલકોને થતી અસુવિધામાં ઘટાડો થશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top