મૂળી તાલુકાના સરા ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડી ગયેલી પશુપાલક વાન સેવા સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025થી ફરી શરૂ કરવામાં આવી છે. આ સેવા પુનઃ શરૂ થતાં જ સ્થાનિક માલધારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ મહત્વની પહેલ પાછળ સરા ગામના સેવાભાવી યુવાનો શ્રી ભીમાભાઈ આર. પાંચિયા અને શ્રી દિલીપસિંહ વી. ચાચુ નો મુખ્ય ફાળો રહ્યો છે. તેમના પ્રયાસોથી માલધારીઓને પશુપાલન સંબંધિત સારવારમાં હવે મોટી રાહત મળશે.
સરા અને આસપાસના ખેતરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં માલધારી સમુદાય વસવાટ કરે છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓની આયુર્વેદિક સારવાર, તપાસ અને તાત્કાલિક સેવા માટે આ વાન સેવા અત્યંત જરૂરી હતી. સેવા બંધ હોવાને કારણે સ્થાનિક માલધારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

હવે માલધારીઓ તેમના પશુઓની તાત્કાલિક સારવાર માટે સીધા 1962 નંબર પર કોલ કરી શકશે. કોલ કર્યા બાદ સંબંધિત ડોક્ટર અને વાન તેમના ઘરે અથવા ખેતર પર પહોંચીને જરૂરી સારવાર પૂરી પાડશે. આ સેવા ફરી શરૂ થવાથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે.

.jpeg)