સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ સ્થાનિક મહિલાઓએ પાણીની સમસ્યા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફિરદોસ્ત સોસાયટીમાં આવેલ મહાનગરપાલિકાના પીએમ આવાસમાં ગટર, પીવાના પાણી તેમજ સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓના કારણે મહિલાઓએ પાલિકા કચેરીએ ધરણા કર્યા હતા.
ત્યારે ઉલ્લેખનીય છેકે પીએમ આવાસના રહીશોએ ઘરદીઠ રૂ.૧૦૦૦ એકત્ર કરીને મહાનગરપાલિકામાં જમા કરાવ્યા હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી. જ્યારે મહિલાઓએ આરોપ લગાવ્યો કે, આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતી હોવાનુ રહીશો જણાવ્યું હતું. ત્યારે વધુમાં મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


